આજરોજ તા. 31/01/2026, શનિવારે સવારે આઠ વાગે ધોળકા તાલુકાના ગાણોલ ગામમાં આવેલી ગાણોલ પ્રાથમિક શાળામાં બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે બેટી બચાવો બેટી પઢાઓ ના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ શાળામાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય જિતેનકુમાર સમ્રાટે પ્રાસંગિક પ્રવચન કરેલ. કાર્યક્રમનું આયોજન શિક્ષિકા કવિતાબેન લકુમ એ કર્યું હતું.