મહાદેવનગર અને મારુતિનગર વચ્ચે વોકળાના પાણીથીસ્થાનિકલોકોપરેશાન
Botad City, Botad | Sep 26, 2025
બોટાદ શહેરના બે વિસ્તારની વચ્ચે એક પાણીનું ઓકળુ આવેલ છે. જે મહાદેવનગર અને મારુતિ નગરની વચ્ચે છે. વાત કરીએ આ ઓકળાની તો આ ઓકળામાં પાણી તળાવ બાજુથી આવતું હોય છે. જેમા ચોમાસા દરમિયાન વધારે પ્રમાણ માં પાણી આવતું હોય છે. ત્યારે ઓકળામાં બન્ને તરફ દબાણ થતાં ઓકળુ નહીંવત રહી ગયું છે. જેના કારણે વરસાદમાં ઓકળામાં પાણી આવતા પાણી જવાનો રસ્તો નહીં હોવાના કારણે પાણી લોકોના ઘરમાં આવી જાય છે તંત્ર દ્વારાતાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી માંગ કરાઈ