માળીયા: ખેડૂત દીઠ 300 મણ મગફળી ખરીદી અથવા ભાવ તફાવત જમા કરાવવા માળિયા તાલુકા કોંગ્રેસની માંગ...
Maliya, Morbi | Oct 16, 2025 માળીયા (મિયાણા): માળીયા (મિયાણા) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદિપ કાલરીયાએ મામલતદાર સાહેબ, માળિયા (મિયાણા)ને પત્ર લખીને ટેકાના ભાવે મગફળીની ખરીદીની નીતિ સામે વિરોધ નોંધાવ્યો છે અને ખેડૂતોના હિતમાં વૈકલ્પિક વ્યવસ્થા લાગુ કરવાની માંગ કરી છે. સમિતિએ રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી કરવાની અથવા વર્તમાન બજાર ભાવ અને ટેકાના ભાવ વચ્ચેનો તફાવત ખેડૂતોના ખાતામાં સીધો જમા કરાવવાની માંગ કરી છે.