મુળી: મૂળીના કળમાદ ગામે સફેદ માટીના ખનન પર ખાણ ખનિજ વિભાગનો દરોડો
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના ઈનચાર્જ ભૂસ્તરશાસ્ત્રી સહિતની ટીમ દ્વારા મુળી તાલુકાના કળમાદ ગામે તળાવમાં ચાલતા સફેદ માટીના ગેરકાયદેસર ખનન પર દરોડો કરી એક હિટાચી મશીન અને બે ડમ્ફર સહિત ૧.૫ કરોડ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જે જમીન પર ખનન ચાલતું હતું તેની માપણી કરી દંડની કાર્યવાહી હાથ ધરી છે.