સાયલા: સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ખનીજ વિભાગ નો દરોડો એક જગ્યા ઉપર ત્રીજી વખત દરોડો પાડ્યો
સાયલા ખાણ-ખનીજ વિભાગ દ્વારા સાયલા તાલુકાના ચોરવીરા ગામના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ પર બપોરના સમયે રેડ કરવામાં આવી હતી. આ રેડદરમિયાન ગેરકાયદેસર ચાલતી ખાણ પરથી ૯ કૂવા, ૬ ટ્રેક્ટર, જનરેટર અને ચરખીઓ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ખનીજ વિભાગ દ્વારા જ્યારે આ રેડ કરવામાં આવી, ત્યારે કાર્બોસેલની કામગીરી ચાલુ હાલતમાં હતી. ખાણની અંદર મજૂરી કરી રહેલા મજૂરોને ખનીજ વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.