દીપેશ ત્રિપાઠી આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ એલસીબીના પીઆઇ જે.એમ.વાળા, પીએસઆઇ ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફનીટીમે વ્યાજખોર તરીકે ઓળખાતા દર્શન બળવંત ઠક્કરને અમદાવાદમાંથી ઝડપી પાડયો છે. પોલીસ દ્વારા કેસની તપાસ આગળ વધારતા અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી પોલીસે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.