નખત્રાણા: ખીરસરા રોહાના મંદિરની દાન પેટીમાંથી ચોરી કરનાર બે તસ્કરને પોલીસે પકડ્યા
નખત્રાણાના ખીરસરા રોહા ગામે રોહા (તળેટી) માં આવેલા રામેશ્વર મહાદેવ મંદીરની દાનપેટીમાંથી રૂ.2,500ની રોકડ ચોરી થઈ હોવાની ફરિયાદનોંધાયા બાદ નખત્રાણા પોલીસે ચક્રો ગતિમાન કરી મંદિરમાંથી ચોરી કરનાર રોહા સુમરીના બે ઇસમોને પકડી લઇ રૂ.2,475 રોકડ રિકવર કરી બાઇક અને મોબાઇલ સહિત કુલ રૂ.22,475 નો મુદ્દામાલ કબજે કરી મંદિર ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો હતો