સતલાસણા: સતલાસણા તાલુકાના ખેડુતોનો હુંકાર,પાણી નહી તો વોટ નહી
સતલાસણાના હોટલપુર ગામે ખેડુતોએ પાણી મુદ્દે ફરી વિરોધ શરૂં કરી પાણી નહી તો વોટ નહી નો હુંકાર કર્યો છે. રામદેવપીરના મંદિરે ખેડુતોએ ભેગા મળી આઝાદી બાદ પણ તળાવોમાં પાણી ન આવતા હોવાથી વારંવાર રજુઆત કરેલી છે પણ કોઈ ઉકેલ ન આવતો હોવાથી હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. સાથે જ ખેડુતોએ સતલાસણા ખેરાલુના નેતાઓ પર ભેદભાવના આરોપો પણ લગાવી પોતાની પ્રતિક્રિયા આપી છે.