આજે તારીખ 14/01/2026 બુધવારના રોજ સાંજે 6 કલાક આસપાસ બે બાઈક સામસામે અથડાતા 6 લોકોને ઇજાઓ પહોંચી.સુખસર થી ઝાલોદ તરફ આવતી અને ઝાલોદ થી સુખસર જઈ રહેલી બે બાઈક સામસામે અથડાઈ.અકસ્માતમાં બંને બાઈક ચાલકોને ગંભીર ઇજાઓ.ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઝાલોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.પાંચ ઇજાગ્રસ્તોની સારવાર ઝાલોદ સરકારી હોસ્પિટલમાં ચાલી રહી જ્યારે એક વ્યક્તિને વધુ ગંભીર ઇજાઓ થતાં દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો.