નવસારી: નવસારીમાં દુર્લભ આંખની બીમારીનું સફળ ઓપરેશન રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ 19 વર્ષે યુવાનને નજીવા દરે આપી નવી દ્રષ્ટિ
નવસારીની રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટે એક દુર્લભ આંખની બીમારી, 'એક્સેનફેલ્ડ રિગલર સિન્ડ્રોમ'નું સફળ ઓપરેશન કર્યું છે. 19 વર્ષીય યુવાન પર આ સર્જરી કરવામાં આવી, જે એક લાખ લોકોમાંથી કોઈ એકને થતી સમસ્યા છે. યુવાનને જન્મના થોડા સમય બાદ એક આંખમાં જોવામાં તકલીફ શરૂ થઈ હતી. 19 વર્ષની ઉંમરે તેની બીજી આંખમાં પણ 'એક્સેનફેલ્ડ રિગલર સિન્ડ્રોમ'ને કારણે ગંભીર ઝામરની ફરિયાદ જોવા મળી.અને આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું.