ખાવડામાં આવેલા રોડ ટુ હેવનના રોડ પર અકસ્માત થયો હતો. ફરિયાદી જામકુનરિયામાં રહેતા ગોવિંદભાઈ મારવાડાના જણાવ્યા પ્રમાણે તેમનો ભાઈ જયેશ રોડની સાઈડમાં ચાલતો જતો હતો ત્યારે મહેસાણાના ટાટા પંચ કાર નં.જીજેવર ડીએમ - ૦૭૦૪ ના ચાલક નિર્ધોસકુમાર ઈશ્વરભાઈ પટેલે પોતાની ગાડી પૂર ઝડપી ચલાવી ફરિયાદીના ભાઈને ટક્કર મારતા ડાબા પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. જેથી ખાવડા પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો.