ઓલપાડ: કુડસડ ગામના યુવાને ૧૫ લાખનું વિરાટ કોહલીના ચિત્ર અને નામ વાળું સોનાનું મોબાઈલ કવર બનાવ્યું
Olpad, Surat | Sep 22, 2025 કુડસડ ગામમાં વિરાટ કોહલીનો જબરો ફ્રેન્ડ,વિરાટ કોહલીનો એવો ગજબનો ફ્રેન્ડ કે જે વિરાટ કોહલીને મળવા માટે યુવક ત્રણ વખત સાત સમંદર પાર લંડન ગયો,વિરાટ કોહલીની યાદગીરી માટે ૧૫ લાખનું વિરાટ કોહલીના ચિત્ર અને નામ વાળું સોનાનું મોબાઈલ કવર બનાવ્યું,યુવક વિરાટ કોહલીના નામ વાળું જ સોનાનું બ્રેસ્લેટ પણ પહેરે છે ત્યારે સુરતનો આવો એક અનોખો વિરાટ કોહલીનો ફ્રેન્ડ કે જે વિરાટ કોહલીને આદર્શ માને છે અને વિરાટ કોહલી માટે કઈ પણ કરવા માટે તૈયાર છે.