કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિમાં સંગઠનની નિમણૂકોને લઈ] ભારે વિવાદ સર્જાયો છે. પક્ષના પાયાના કાર્યકરોની લાગણીને નેવે મૂકીને 'સેન્સ'| પ્રકિ્રયાની અવગણના કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે 52થી વધુ| સકિ્રય કાર્યકરોએ બળવો કર્યો છે. નારાજ કાર્યકરોએ એક ઠરાવ પસાર કરી પ્રદેશ કોંગ્રેસ સમિતિને મોકલી આપ્યો છે અને જો માંગણી સંતોષવામાં નહીં આવે તો તમામ કાર્યકરોએ નિષિ્ક્રય થઈ જવાની અથવા રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે.