વિસનગર: વાલમ ગામમાં ત્રિદિવસીય 'હાલો ભેરૂ ગામડે' વિન્ટર કેમ્પ: સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે 800 બાળકોનું જોડાણ
વિસનગર તાલુકાના વાલમ ગામમાં પાંચ ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા બાળકો તેમજ યુવા પેઢીને સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડવાના ભાગરૂપે હાલો ભેરૂ ગામડે અંતર્ગત ત્રિદિવસીય વિન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના 800 બાળકોએ ભાગ લઇ પ્રાચીન કલાગીરી, લુપ્ત થતી પ્રાચીન રમતો સહિત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.ગામની પી.એચ.ડી. વિદ્યાવિહાર સ્કુલ ખાતે શરૂ કરાયેલ આ કેમ્પમાં પ્રથમ દિવસે  ગામના વડીલો દ્વારા ગામના ઇતિહાસની ઝલક આપવામાં આવી હતી..