વંથળી: પંથકમાં કમોસમી વરસાદ ખાબકતા ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકસાનીની ખેડૂતોને ભીતિ
સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે ખેડૂતો વર્ષના અંતિમ તબક્કામાં પોતાના પાકને લણવાની તૈયારીમાં હતા ત્યારે જુનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં અચાનક અને અનિશ્ચિત સમયે વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ગંભીર ચિંતા નો માહોલ ફેલાયો છે. કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકની વ્યાપક નુકસાની ની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પણ પાણી ફરી વળવાનો ડર હાલ સતાવી રહ્યો છે.