જિલ્લામાં 8મો રાષ્ટ્રીય પોષણ માર્ચ 2025 ની ઉજવણીની તૈયારીઓ અંગે જિલ્લા વિકાસ અધિકારીને અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
Botad City, Botad | Sep 17, 2025
બોટાદ જિલ્લામાં ૮મો રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૫ને સફળ બનાવવા બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીશ્રી હસીના મન્સૂરીએ સમગ્ર ઉજવણીના આયોજનની માહિતી આપી હતી. સાથે સાથે આરોગ્ય, શિક્ષણ સહિત અન્ય સંબંધિત વિભાગોએ ઉજવણી દરમિયાન કરવાની કામગીરી અંગે જાણકારી અપાઈ હતી.