ઉધના: સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠાની આગાહી વચ્ચે વરસાદ, ખેડૂતોમાં ચિંતાનું મોજું
Udhna, Surat | Oct 25, 2025 સુરત:હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. આગાહીના પગલે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.શહેરના અલથાણ, વેસુ, પિપલોદ, પાંડેસરા, ડીંડોલી, લીંબાયત, સચિન, ઉધના સહિતના વિસ્તારોમાં હળવો પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.આ કમોસમી વરસાદના પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ડાંગરનો પાક હાલમાં તૈયાર થઈ ગયો છે.