લાખણી: દિયોદર પોલીસે બે સ્થળેથી દારૂ સાથે બે ઝડપ્યા શહેરમાં દશામાં મંદિર અને ડાઉઆ-સનાવ રોડ પરથી ઝડપી પાડી કાર્યવાહી કરી
દિયોદર પોલીસે દિયોદર શહેર અને ચિભડા ઓપી વિસ્તારમાંથી બે અલગ-અલગ દરોડા પાડી બે ઈસમોને ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પ્રથમ બનાવમાં, દિયોદર શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન દશામાંના મંદિર પાસેથી એક ઈસમને એક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.બીજા બનાવમાં, ચિભડા ઓપી વિસ્તારમાં ડાઉઆ-સનાવ રોડ પર 1 બોટલ સાથે 1 ઇસમને ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી