સુરતમાં છેલ્લા બે દિવસ પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે.રવિ અને સોમવારે પડેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે સુરત સહિત જિલ્લાના વિવિધ ગામડાઓમાં આવેલા ખેતરોમાં ડાંગરના ઉભા પાકને મોટું નુકસાન થવા પામ્યું છે.જેમાં સરોલી સ્થિત તળાદ,વડોદ સહિતના ગામડાઓમાં આવેલ ખેતરોમાં ડાંગર નો ઉભો પાક સંપૂર્ણ નાશ પામતા મોટા નુકશાનનો અંદાજ સેવાઈ રહ્યો છે.ખેડૂતોએ સર્વે કરી સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે.