સતલાસણા: નવા રાજપુર ગામે ખેતરમાંથી ટ્રેક્ટરની ટ્રોલી ચોરાતા ફરિયાદ
નવા રાજપુરના ખેડૂત જેઠાભાઈ ચૌધરી ગત 15 નવેમ્બરના રોજ રાતે ખેતરથી ઘરે આવ્યા હતા ત્યારે રાત્રીના સમયે અજાણ્યા ઈસમો ટ્રેક્ટરની ટ્રોલી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ફરિયાદી ખેતરમાં જતાં સમગ્ર ઘટનાની જાણ થઈ હતી અને આસપાસ તપાસ કરી ટ્રોલી ન મળી આવતા સતલાસણા પોલીસમાં 50 હજાર કિંમતની ટ્રોલી ચોરાયાની ફરિયાદ આપી છે.