ગણદેવી: તાલુકા સહિત જિલ્લાના શિક્ષકોની સેવા-સુરક્ષા માટે એ.બી.આર.એસ.એમ.નું આવેદન, PMO ને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદન
નવસારી જિલ્લામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા શિક્ષકોની સેવા-સુરક્ષા સંબંધિત આવેદન જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું. તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ માનનીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) સર્વે સેવારત શિક્ષકો માટે ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવતા દેશભરના લાખો શિક્ષકોની નોકરી અને આજિવિકા પર સંકટ ઊભું થયું છે.