આણંદના સાંસદશ્રી અને દિશા કમિટીના ચેરમેન શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો - ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક આણંદ સર્કીટ હાઉસ ખાતે યોજાઈ હતી. શ્રી મિતેશભાઇ પટેલે ભારત સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી સપ્ટેમ્બર 2025 અંતિત થયેલ કામગીરીની સમીક્ષા અને ભાવિ આયોજન અંગે જાણકારી મેળવી હતી.