રાપર: સેલારી ગામે મહાદેવના મંદિરમાંથી મૂર્તિઓની ચોરી,ભાવિકોમાં રોષ..
Rapar, Kutch | Jan 9, 2026 સલારી ગામેથી 2 કિલોમીટર દૂર આવેલ મેટાસરી મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકીને ચોરીને અંજામ આપ્યો છે..જાન્યુઆરીના સાંજે ૭ વાગ્યાથી ૮ તારીખે સવારે ૭ વાગ્યા દરમિયાન કોઈપણ સમયે આ બનાવ બન્યો હતો.શિવલિંગ પરની પંચધાતુની ચાંદીની નાગદાદાની મૂર્તિની ચોરી કરવામાં આવી હતી.૩.૫ કિલો વજન ધરાવતી ચાંદીની ૧.૧૫ લાખની મૂર્તિની ચોરી કરવામાં આવતા ધાર્મિક આસ્થા દુભાઈ હતી.