જાહેર સ્થળો પર કામકાજના સ્થળે થતી જાતીય સતમણી એક્ટ ૨૦૧૩ની કાયદાકીય માહિતી આપતાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં
Botad City, Botad | Sep 29, 2025
બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી જીન્સી રોયના માર્ગદર્શન અને સૂચન મુજબ બોટાદના વિવિધ કામકાજના અને જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, નગરપાલિકા, મહિલા પોલીસ સ્ટેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, બસ સ્ટેશન અને કલેકટર ઓફિસ, ખાતે પોશ એક્ટ( PoSH act ૨૦૧૩) એટલે કે કામકાજના સ્થળે થતી જાતીય સતમણી એક્ટ ૨૦૧૩ અંતર્ગર્ત કાયદાકીય જાગૃતિ અને માર્ગદર્શન મળી રહે અને કાયદાનો પ્રચાર પ્રસાર થાય એ માટે કાયદાની માહિતી આપતાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે.