રવિવારના 3 કલાકે કરેલી મુલાકાતની વિગત મુજબ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ હાલ વલસાડ તાલુકાના વિવિધ મતદાન બુથો ઉપર ચાલી રહેલા એસઆઇઆરની કાર્ય સંદર્ભે રોજ મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આજરોજ પારનેરા પારડી સહિતના અલગ અલગ બુથો ઉપર ભાજપ પ્રમુખ તેજસભાઈ પટેલ સાથે વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલે તાલુકાના વિવિધ બૂથ પર જઈ બીએલઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી બાબતે સમીક્ષા કરી હતી. અને સૂચનો આપ્યા હતા.