અડાજણ: સુરતઃ માવઠા વચ્ચે ખેડૂતોએ ડાંગરનો પાક વહેલો કાપ્યો, ભાવ “ટેકા'થી પણ નીચે
Adajan, Surat | Oct 26, 2025 માવઠાની માર વચ્ચે ખેડૂતોએ ડાંગરની કાપણી વહેલી શરૂ કરી દેતા સુરતમાં સહકારી મંડળીઓ ઉપર ટ્રેકટરોની લાઈન લાગી છે. બે દિવસ બાદ ખેડૂતોનો નંબર આવી રહ્યો છે. મંડળીઓમાં ડાંગર ખરીદીનો ભાવ પડયો નથી પરંતુ ટેકાથી પણ ભાવ નીચે રહેવાની આશંકાને કારણે ખેડૂતોને જવાની ભીતિ સેવાઈ રહી છે. ચાલુ વર્ષે સરકારે ડાંગર ખરીદીનો ટેકાનો ભાવ રૂપિયા 473.80 પૈસા જાહેર કર્યો છે પરંતુ હજુ સુધી ખરીદી કરી નથી કે, તારીખ પણ જાહેર કરી નથી.એકબાજુ ખેડૂતોને ટેકાથી નીચેના ભાવ મળી રહ્યા છે.