કટારીયા ચોકડી પર બ્રિજ બનતો હોવાથી કાલાવડ રોડ પરના રસ્તાઓ બંધ કરી દેવાતા વૈકલ્પિક રસ્તાઓ પર ગઈકાલે રાત્રે ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. જેમાં ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ બે એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી.ટ્રાફિક જામને કારણે ક્યારેક માનવ જિંદગી પણ જોખમમાં મુકાઈ શકે છે. ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવે અને સમગ્ર શહેરમાં ટ્રાફિક સમસ્યાને હળવી બનાવવામાં આવે તેવી માગણી વાહનચાલકો દ્વારા કરવામાં આવી છે.