સુરત sogએ બુધવારે ડીંડોલીના ગ્રીનવેલી શોપિંગ કોમ્પલેક્ષમાં આવેલી ક્રિષ્ણા મૂવર્સ એન્ડ પેકર્સ માં છાપો મારી 200 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો હતો.જ્યાંથી પ્રતીક વસાવા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.જ્યાંથી ચેકબુક ,પાસબુક સહિત 10.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.લિંબાયતના સલીમ rto નું નામ સામે આવતા તેની ધરપકડ કરી હતી.જે સલીમ અને પ્રતીક પોતાના મળતીયાઓ સાથે મળી સાયબર ફ્રોડના નાણા usdt માં કન્વર્ટ કરી દુબઇ મોકલતા.