આણંદ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન (DBRAP-2025) અંતર્ગત જિલ્લા કક્ષાની બેઠક યોજાઇ હતી. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા શરૂ કરાયેલ આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લા સ્તરે 'ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ' (EoDB) ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે