ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે જહુરપુરા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે જહુરપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં છાપો મારી 312 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસ અને ગૌરક્ષક સ્ક્વોડને બાતમી મળતા મધરાત્રે કાર્યવાહી હાથ ધરાઈ. સ્થળ પરથી માંસ સાથે કુહાડી, સાધનો અને મોબાઈલ મળી કુલ રૂ. 63,960 નો મુદ્દામાલ જપ્ત થયો. મકાન માલિક રાબિયાબસરી અબ્દુલ સત્તાર પોલા ફરાર હોવાનું જાણવા મળ્યું. માંસ ગૌમાંસ હોવાની શંકાએ પરીક્ષણ માટે મોકલી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.