વડોદરા પૂર્વ: અટલ બ્રિજ પર અકસ્માત સર્જાતા કાર નો ભુક્કો અને એક્ટિવા સેન્ડવિચ બની ગઈ
વડોદરા શહેરના અટલ બ્રિજ પર અકસ્માત ની ઘટના બની હતી. બેફામ બનેલા એક કાર ચાલકે કેટલાક વાહનો ને અડફેટે લીધા હતા. ત્રીપલ અકસ્માત સર્જાતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.જેથી તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા.બેકાબુ કાર ચાલકે એકટીવા અને બાદમાં ટ્રેક્ટરને ટક્કર મારી હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ભુક્કા અને એકટીવાની સેન્ડવિચ થઈ ગઈ હતી.પંડ્યા બ્રિજથી અટલ બ્રિજ ચડાન શરૂ કરતાં સમયે જ અકસ્માત સર્જાયો હતો.ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી