બાવળા: બાવળામાં આ. કે. સર્કલ ખાતે દિવાળીની રાત્રે આગ લાગતા લારી - ગલ્લા સળગી ગયા
આજરોજ તા. 20/10/2025, સોમવારે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે બાવળા ખાતે આ. કે. સર્કલ ખાતે લારી - ગલ્લાઓમાં આગ ભભુકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં બાવળા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.