સતલાસણા: વાવ નજીક બાઈક અને કાર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
સતલાસણાના વાવ નજીક નવું બાઈક લઈને જઈ રહેલા બાઈક ચાલક અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ લખેલી અર્ટિગા કાર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું છે. અકસ્માત થતાં આસપાસથી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. મૃતકને પીએમ માટે ખસેડી સતલાસણા પોલીસે વધું તપાસ હાથ ધરી છે તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ બોર્ડ લગાવી ફરતી અર્ટિગા ગાડી ચર્ચાનો વિષય બની છે.