પ્રાથમિક માહિતી મુજબ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ખુલ્લો મેનહોલ એક રાહદારી માટે કાળ સાબિત થયો છે. વિપુલસિંહ ઝાલા નામના યુવાન ચાલીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર અંધારું હોવાથી ખુલ્લી ગટર દેખાઈ ન હતી અને તેઓ તેમાં ખાબક્યા હતા.ઘટનાની જાણ થતા ફાયર વિભાગે ભારે જહેમત બાદ યુવકનો મૃ*દેહ બહાર કાઢ્યો હતો. તંત્રની આ ઘોર બેદરકારીને કારણે એક નિર્દોષ યુવાને જીવ ગુમાવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.