માળીયા હાટીના: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માળીયા હાટીનાના જૂથળ ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના પાક નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવ્યો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે કમોસમી વરસાદના પગલે ખેત પાકોની નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવવા માટે જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના જુથળ ગામના ખેડૂતના ખેતરે પહોંચ્યા હતા. બાદમાં પાણીધ્રા ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને સધિયારો આપતા કહ્યું કે ખેડૂતોએ ખેતી પાક માટે ખૂબ મહેનત કરી છે. સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી છે. આ આપદામાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે.