આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ શહેરમાં વધી રહેલ રોગચાળા વિશે અને તેને કાબુમાં લેવા માટે કરવામાં આવતી કામગીરી વિશે વિગતો આપી હતી.આ ઉપરાંત તેઓએ શહેરીજનોને વિટામિન સી મળે તેવા પ્રવાહી લેવાની સલાહ આપી હતી તેમજ ઘરની બહાર માસ્ક પહેરીને નીકળવાની અપીલ પણ કરી હતી.