ઓલપાડ: ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ગુનામાં જપ્ત કરાયેલા વાહનોમાં આગ લાગી.
Olpad, Surat | Oct 8, 2025 ઓલપાડ પોલીસ સ્ટેશન નજીક જપ્ત કરાયેલા વાહનોમાં આગ લાગી હતી. આ ઘટના પોલીસ ચોકીની નજીક જ બનતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ બેકાબૂ બનતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.ઓલપાડ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમના સહયોગથી આગ પર ઝડપથી નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું.