નડિયાદ: સરદાર ભુવનના ડિમોલેશનમાં મનપા દ્વારા નિયમોનું ઉલ્લંઘન, ધૂળની ડમરીઓથી વેપારીઓ તથા શહેરીજનો પરેશાન
નડિયાદના સંતરામ રોડ પર આવેલા સરદાર ભવનના ડિમોલેશન બાદ અહીંથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે જોકે આ કામગીરી દરમિયાન ધૂળની ડમરીઓની રોકવા માટે નડિયાદ મનપા દ્વારા કોઈ તકેદારી રાખવામાં નથી આવી રહી અને તેના કારણે આસપાસના દુકાનદારો અને રાહદારીઓને ધૂળની ડમરીઓના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. મહત્વનું છે કે મનપાએ થોડા સમય અગાઉ જ વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે બાંધકામ સાઈટો પર લીલી નેટ બાંધવાની ફરજિયાત હોવાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.