ભુજ: બળદિયામાં યુવાને આપઘાત કર્યો
Bhuj, Kutch | Nov 25, 2025 ભુજ તાલુકાના બળદિયા ગામે રહેતા ૪૫ વર્ષિય પરેશભાઈ વાલજીભાઈ લોંચાએ આપઘાત કરી લીધો હતો. જી.કે. જનરલ હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ હતભાગીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. બનાવ અંગે માનકૂવા પોલીસે એડી દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.માહિતી સાંજે ૭ કલાકે પ્રાપ્ત થયેલ છે.