અમદાવાદ શહેર: રામોલ-હાથીજણ વોર્ડમાં પાણીની લાઈનમાં ભંગાણ
રામોલ-હાથીજણ વોર્ડમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયો..પાણીની લાઇન અને ગટરની લાઇન શોધવા માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. સમયસર ખાડો પૂરવામાં ના આવતા સોમવારે 9 કલાકે જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પાણીની લાઇનમાં મોટું ભંગાણ પડ્યું હતું. મુખ્ય લાઈનમાં જ ભંગાણ પડતા પાણીના ફુવારા પાંચ માળ સુધી ઉડ્યા હતા.