ટંકારા: ટંકારાના હડમતીયા ગામે પાલનપીર મેળાને અનુલક્ષી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
Tankara, Morbi | Sep 14, 2025 ટંકારાના હડમતીયા ગામે તા. ૧૬ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા પાલનપીર મંદિરના પૌરાણીક મેળાને અનુલક્ષીને જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરીએ જાહેરનામું બહાર પાડ્યું છે. મેળામાં દરરોજ આશરે ૫ હજાર લોકો ભેગા થવાને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે લજાઈ ચોકડી અને વાંકાનેર તરફથી આવતા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે.