રાણીકા વિસ્તાર માંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ
Bhavnagar City, Bhavnagar | Mar 31, 2026
ભાવનગરના ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 31 માર્ચના ના રોજ સવારે 11 કલાકે મળેલી ચોક્કસ બાતમીના આધારે, રાણીકા વિસ્તારમાં બહુચર માતાના મંદિર પાસે રહેતા કેવલભાઈ છનાભાઇ યાદવના ઘરે દરોડો પાડી આરોપીના કબજામાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 08 સીલપેક બોટલો જેની કિંમત રૂ. 2,720/ મળી આવી હતી, જે પોલીસે જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે.