બીલા ગામે ગેરકાયદેસર રેતી ખનન પર મોટી કાર્યવાહી રૂ. ૨૧ લાખનો મુદ્દામાલ કબ્જે તારીખ 17 ડિસેમ્બરને રાત્રે 10.30 મિનિટે મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન વિસ્તારના બીલા ગામે માલણ નદીના પટમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાની બાતમીના આધારે મોટાખુંટવડા પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી ગેરકાયદેસર રેતી ખનન કરતાં ઇસમોના વાહન – ૦૩ તેમજ ખનન માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી કુલ રૂ. ૨૧,૦૦,૦૦૦/- (એકવીસ લાખ રૂપિયા) નો