બલેશ્વર ગામના પાટિયા પાસે રિલિફ હોટલની સામે આજે સવારે બે પરપ્રાંતિય મહિલા શ્રમજીવી મિલમાં નોકરી ઉપર જવા માટે પરવેઝ પાર્ક માંથી નીકળી રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે મુંબઈથી અમદાવાદ તરફ પુર ઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે બંન્ને મહિલાઓને અડફટે લેતા આસપાસમાં ઊભેલા લોકોકો દોડી આવ્યા હતા આ વાતની જાણ પરવેઝ પાર્કમાં રહેતા લોકોને થતા લોકોના ટોળે ટોળા હાઈવે ઉપર દોડી આવી એક તબક્કે હાઈવે જામની સ્થિતિ સર્જાઈ હતી બીજી તરફ 108 ને જાણ કરતા સુરત સારવાર માટે ખસેડાયા