મુળી: ચિત્રોડી ગામ નજીક ગોઝારા અકસ્માતમાં કોન્ટ્રાકર પર માનવ વધનો ગુન્હો નોંધવા માંગ
મૂળીના દાધોળિયા ગામના પરિવાર સરાથી ધ્રાંગધ્રા તરફ જતા હતા તેવા સમયે ચિત્રોડી નજીક દશ ફૂટ ઊંડા ખાડામાં કાર ખાબકી હતી અને ચાર સભ્યોના મોત નીપજ્યા હતા આ મામલે ખેડૂત આગેવાન રામકુભાઈ કપરડા દ્વારા કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે જ દુર્ઘટના ઘટી હોવાનું જણાવી તાત્કાલિક કોન્ટ્રાકટર સામે માનવ વધની ગુન્હો નોંધવા માંગ કરી છે