જૂનાગઢ: યુનિટી માર્ચ પદયાત્રાના કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણતાના આરે, પોલીસ અને સમિતિઓના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તા.9 નવેમ્બરના રોજ જુનાગઢ મુક્તિ દિન અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત 86 જુનાગઢ વિધાનસભાથી યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરાવશે.આ કાર્યક્રમમાં જૂનાગઢના સર્વ સમાજના લોકો સંગઠન ,શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ એસોસિએશન, આરઝી હકુમત ના લડવૈયાઓના પરિવારો, સિનિયર સિટીઝન, યુવાઓ, પોલીસ જવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ, પ્રભુત નાગરિકો મોટી સંખ્યામાં જોડાવા ઉત્સુક છે.