અંજારમાં હિન્દુ યુવા સંગઠનના ૧૪મા સ્થાપના દિને સેવા કાર્યો કરાયા હતા.પૂર્વ કચ્છના અધ્યક્ષ રાણાભાઇ આહીર કચ્છના સંરક્ષક - પ્રકાશ ચંદ્ર મિશ્રાના માર્ગદર્શન હેઠળ આયોજિત રક્તદાન કેમ્પમાં ૧૦૦થી વધુ લોકોએ રક્તદાન કર્યુ હતુ. શહેરની લીલાવતી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કેમ્પને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.