વડાલી: તાલુકાના જીવાદોરી સમાન ધરોઈ ડેમમાંથી 25,476 ક્યુસેક પાણી નદી માં છોડાયું
વડાલી તાલુકાના જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં થી ગઈકાલે રાત્રે 10 વાગે 25,476 હજાર કુસેક પાણી સાબરમતી માં છોડાયુ છે.ધરોઈ ડેમ તંત્ર દ્વારા વડાલી મામલતદાર ને પણ પાણી છોડાયા ની જાણ કરી છે.ધરોઈ ડેમ ની કુલ સપાટી 622 ફૂટ છે.હાલ 618 ફૂટ સપાટી છે.ઉપરવાસમાં ભારે વરસાદ ની શક્યતાઓ ને લઈ લેવલ જાળવવા પાણી છોડાયું છે.