બુધવારની સમી સાંજે ઉમરા ના કેવલ સર્કલ પાસેથી શ્રમજીવી પરિવારના બે બાળકોનું અપહરણ થયું હતું. ઘરની સાફ-સફાઈ ના બહાને ટેકસટાઇલ કંપનીના મેનેજર હર્ષ શેઠ દ્વારા કારમાં બેસાડી જમવા અને.ચોકલેટ ની લાલચ આપી હતી.જે બાદ અવાવરૂ જગ્યાએ લઈ ગયા બાદ ટેક્સટાઇલ કંપનીના મેનેજરે ઘીન કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો.બાળકોએ હોબાળો મચાવતા ફરી બાળકોને તેજ સ્થળે છોડવા જતા પોલીસે દબોચી પાડ્યો હતો.જ્યાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે.