ધોળકા: ફોટો - વિડિઓ એસોસિએશન ધોળકા દ્વારા ફિલ્મ સિટી ભામસરા ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો
તા. 12/10/2025,રવિવારે સાંજે ચાર વાગે ફોટો - વિડિઓ એસોસિએશન ધોળકા દ્વારા બાવળા તાલુકાના ભામસરા ગામે આવેલી અમદાવાદ ફિલ્મ સિટી ખાતે પરિવાર સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં બાવળાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, જિલ્લા ભાજપ મંત્રી ભરતભાઈ મેર સહિતના મહાનુભાવો અને ધોળકા તાલુકાના ફોટોગ્રાફરો પરિવાર સાથે ઉમટી પડ્યા હતા.